ડાંગ એટલે ગુજરાતનુ સ્વિટ્ઝરલેન્ડ. દુનિયા આખી ફરી વળતા ગુજરાતીઓ ઘર આંગણાની જગ્યાઓ જોવામા બહુ રસ બતાવતા નથી. ચોમાસા પછીનુ ડાંગ એટલે ચારે તરફ ઝરણા, પાણીના ધોધ, લીલી હરયાળી ચાદર અને શાંત અદ્ભત રમણીયતા. આ વખતની અમારી ડાંગની ટૂરમાં અમે આહવાથી ૮ કી.મી. દૂર ચનખલમાં રોકાયા. ચનખલમા અનિલભાઈને તેમના સ્ટૂડિયો પર મળ્યા, એક ખૂબ સારા કલાકાર , ફોટોગ્રાફર અને દિલેર યજમાન. સ્ટૂડિયોથી તેમના ફાર્મહાઉસ કમ રિસોર્ટ પર લઈ ગયા , અને એ જગ્યા જોઈને તો અમે દંગ રહી ગયા, પર્વતની ધાર ઉપર વિકસાવેલી સુંદર રમણીય જગ્યા , વાંસ અને માટીની બનાવેલ ટ્રેડિશનલ રુમ/હટ , બહારની દિવાલ પર વારલી પેઈન્ટીંગ આસપાસ બગીચો અને વૃક્ષો અનિલભાઈની કલાસુઝનો પરિચય આપે છે, સૌથી સરસ વાત તો એ કે આ જગ્યાની સામે જ બારદા ફોલ આવેલો છે. પર્વતની ધાર ઉપર બનાવેલ મચાન પર બેસીને બારદા ફોલને જોતા આંખ અને હૈયુ ધરાય જ નહિં, અમે નક્કિ કરી લીધુ કે અહીં જ રોકાવું છે, ત્રણ દિવસનાં રોકાણ દરમિયાન અમે અનિલભાઈની કલા અને મહેમાનગતી ખૂબ માણી. અને મોના ફોલમા ખૂબ નાહ્યા, અને ...