ગુજરાતમાં શામળાજી નું મંદિર ખૂબ પ્રખ્યાત છે. શામળાજી મંદિરથી મેશ્વો ડેમ તરફના રોડ પર "રાજા હરશ્ચંદ્રની ચોરી" આવેલી છે. શામળાજી વિસ્તારનાં સાત હિન્દુ મંદિર પૈકી આ મંદિર સૌથી પ્રાચીન છે. જે સોલંકી કાળ પેહલાનું મનાય છે. મંદિર અને આગળનું તોરણ ૧૦ મી સદીની છે. તોરણદ્વાર ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ છે. આ મંદિર અલ્પ અલંકૃત છે, શિખર નાગર સ્ટાઇલ નું છે, મંદિર માં એક પણ મુર્તિ નથી. પરંતું, મંદિરદ્વાર ની છત સુશોભિત છે. ગર્ભગૃહની દ્વારશાખ લતાપટ, કમલપત્રો અને ઇચ્છાપૂર્તિ કરનારી કલ્પવેલથી અલંકૃત છે. પાયાના બે શિલ્પો ગંગા અને જમુના ના હોવાનુ જણાય છે. તોરણ નાં લીધે આ જગ્યા ભવ્ય અને રમણીય લાગે છે.આ જગ્યાએ રાજા હરિશ્ચંદ્ર નાં લગ્ન થયા હોવાનું મનાય છે. આ જગ્યાથી નજીક આવેલ પ્રખ્યાત સ્થળ "દેવ ની મોરી" માંથી ભગવાન બુધ્ધના અવશેષો મળી આવ્યા છે, જે હાલ માં વડોદર મ્યુઝીયમમાં છે.