ગુજરાતમાં શામળાજી નું મંદિર ખૂબ પ્રખ્યાત છે. શામળાજી મંદિરથી મેશ્વો ડેમ તરફના રોડ પર "રાજા હરશ્ચંદ્રની ચોરી" આવેલી છે. શામળાજી વિસ્તારનાં સાત હિન્દુ મંદિર પૈકી આ મંદિર સૌથી પ્રાચીન છે. જે સોલંકી કાળ પેહલાનું મનાય છે. મંદિર અને આગળનું તોરણ ૧૦ મી સદીની છે. તોરણદ્વાર ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ છે. આ મંદિર અલ્પ અલંકૃત છે, શિખર નાગર સ્ટાઇલ નું છે, મંદિર માં એક પણ મુર્તિ નથી. પરંતું, મંદિરદ્વાર ની છત સુશોભિત છે. ગર્ભગૃહની દ્વારશાખ લતાપટ, કમલપત્રો અને ઇચ્છાપૂર્તિ કરનારી કલ્પવેલથી અલંકૃત છે. પાયાના બે શિલ્પો ગંગા અને જમુના ના હોવાનુ જણાય છે. તોરણ નાં લીધે આ જગ્યા ભવ્ય અને રમણીય લાગે છે.આ જગ્યાએ રાજા હરિશ્ચંદ્ર નાં લગ્ન થયા હોવાનું મનાય છે. આ જગ્યાથી નજીક આવેલ પ્રખ્યાત સ્થળ "દેવ ની મોરી" માંથી ભગવાન બુધ્ધના અવશેષો મળી આવ્યા છે, જે હાલ માં વડોદર મ્યુઝીયમમાં છે.
કલેશ્વરી, મહિસાગર જિલ્લાના લેવાના ગામની નજીક હિડ મ્બાવનમાં આવેલ રમનીય જગ્યા છે. કલેશ્વરી તેના મહાભારત સમય ના સ્મારક સમૂહો અને કુદરતી સૌન્દર્ય માટે જાણીતું છે. આ જગ્યા એ એક દિવસીય પિકનિક કરી શકાય અને રાત્રિરોકાણ પણ કરી શકાય. રોકવા માટે અહી વનવિભાગ ની ઇકો કેમ્પ સાઈડ છે, જ્યાં ટે ન્ટ માં રોકવાની અને જમવા સહિતની સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત, જંગલ માં ટ્રેકિંગ માટે ગાઇડ પણ મળી રહે છે. હિદમ્બાવન માં આવેલ આ જગ્યામાં જંગલ નું કુદરતી સૌંદર્ય, ટ્રેકિંગ માટે નાનો ડુંગરાળ વિસ્તાર, પાણી ના તળાવ અને સૌથી અગત્યનું સુંદર મજાના પ્રાચીન સ્થાપત્યો અને તેના અવશષો આવેલા છે. સ્મારક સમૂહો માં મુખ્ય કલેશ્વરી માતાના મંદિર છે. જેમાં નટરાજ ની મુર્તિ છે, જે " કલેશ્વરી માં" તરીકે પૂજાય છે, જેની સામે શિવમંદિર અને પગથિયાવાળો વિશાળ પાણી નો લંડ આવેલો છે. કલેશ્વરી માં ના મંદિર ની બાજુ માં પાણી નાનકડું સુંદર ઝરણું વહી જાય છે, જ્યાંથી આગળ વધતા "સાસુ ની વાવ" અને " વહુ ની વાવ" ના નામે ઓળખાતી ખૂબ જ સરસ મજાની Vav આવેલી છે. જેમાં ભગવાન વિષ્ણુ, વૈષ્...