કલેશ્વરી, મહિસાગર જિલ્લાના લેવાના ગામની નજીક હિડ મ્બાવનમાં આવેલ રમનીય જગ્યા છે. કલેશ્વરી તેના મહાભારત સમય ના સ્મારક સમૂહો અને કુદરતી સૌન્દર્ય માટે જાણીતું છે. આ જગ્યા એ એક દિવસીય પિકનિક કરી શકાય અને રાત્રિરોકાણ પણ કરી શકાય. રોકવા માટે અહી વનવિભાગ ની ઇકો કેમ્પ સાઈડ છે, જ્યાં ટે ન્ટ માં રોકવાની અને જમવા સહિતની સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત, જંગલ માં ટ્રેકિંગ માટે ગાઇડ પણ મળી રહે છે.
હિદમ્બાવન માં આવેલ આ જગ્યામાં જંગલ નું કુદરતી સૌંદર્ય, ટ્રેકિંગ માટે નાનો ડુંગરાળ વિસ્તાર, પાણી ના તળાવ અને સૌથી અગત્યનું સુંદર મજાના પ્રાચીન સ્થાપત્યો અને તેના અવશષો આવેલા છે. સ્મારક સમૂહો માં મુખ્ય કલેશ્વરી માતાના મંદિર છે. જેમાં નટરાજ ની મુર્તિ છે, જે " કલેશ્વરી માં" તરીકે પૂજાય છે, જેની સામે શિવમંદિર અને પગથિયાવાળો વિશાળ પાણી નો લંડ આવેલો છે. કલેશ્વરી માં ના મંદિર ની બાજુ માં પાણી નાનકડું સુંદર ઝરણું વહી જાય છે, જ્યાંથી આગળ વધતા "સાસુ ની વાવ" અને " વહુ ની વાવ" ના નામે ઓળખાતી ખૂબ જ સરસ મજાની Vav આવેલી છે. જેમાં ભગવાન વિષ્ણુ, વૈષ્ણવી અને નવગ્રહ ની પ્રતિમા આવેલી છે. કલેશ્વરી સ્થાપત્યોમાં ભગ્ન અવશેષો માંથી મળી આવેલ અલગ અલગ શિલ્પો કે મૂર્તિઓ જેમાં ભગવાન ગણેશ, વિષ્ણુ, વ્યાલ, મહિષાસુર મર્દીની, શિવ, ચામુંડાં માતા વિગેરે પ્રતિમાઓને એક નાના સમૂહ માં ગોઠવી ને લુણાવાડાના રાજવીએ આરામકક્ષ બનાવેલ છે. જે મૂર્તિઓ જોવાલાયક છે.
આ મૂર્તિઓના સમુહથી આગળ ઊપર લગભગ ૨૦૦ પગથિયાં ચઢીને ટેકરી પર જતાં ૧૪મી કે ૧૫મી સદીમાં બનેલ મંદિરો કે જે" ભીમ ની ચોરી" અને " અર્જુનની ચોરી" તરીકે ઓળખાય છે તે જોવા મળે છે. આ મંદિરથી થોડે દૂર ખુલ્લા મંદિર માં વિશાળ કદના બે પગ ના પંજા જોવા મળે છે. જે ભીમ અને હિદમ્બાના પગલાં તરીકે ઓળખાય છે. આ જગ્યા થી તમે જંગલમાં trakkking કરવા પણ જઈ શકો છો. કલેશ્વરી જવાની best season શિયાળો છે. અહીંથી લગભગ ૧૦ કી. મિ. દૂર ભાદર નો અદભૂત ધોધ આવેલો છે, જે જોવાનું પણ ભૂલશો નહીં.

Comments
Post a Comment