Skip to main content

Posts

Showing posts from May, 2020

KALESHWARI, Dist.MAHISAGAR GUJARAT કલેશ્વરી સ્મારક સમૂહો

કલેશ્વરી, મહિસાગર જિલ્લાના લેવાના ગામની નજીક હિડ મ્બાવનમાં આવેલ રમનીય જગ્યા છે. કલેશ્વરી તેના મહાભારત સમય ના સ્મારક સમૂહો અને કુદરતી સૌન્દર્ય માટે જાણીતું છે. આ જગ્યા એ એક દિવસીય પિકનિક કરી શકાય અને રાત્રિરોકાણ પણ કરી શકાય. રોકવા માટે અહી વનવિભાગ ની ઇકો  કેમ્પ સાઈડ છે, જ્યાં ટે ન્ટ માં રોકવાની અને જમવા સહિતની સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત, જંગલ માં ટ્રેકિંગ માટે ગાઇડ પણ મળી રહે છે.                     હિદમ્બાવન માં આવેલ આ જગ્યામાં જંગલ નું કુદરતી સૌંદર્ય, ટ્રેકિંગ માટે નાનો ડુંગરાળ વિસ્તાર, પાણી ના તળાવ અને સૌથી અગત્યનું સુંદર મજાના પ્રાચીન સ્થાપત્યો અને તેના અવશષો આવેલા છે. સ્મારક સમૂહો માં મુખ્ય કલેશ્વરી માતાના મંદિર છે. જેમાં નટરાજ ની મુર્તિ છે, જે " કલેશ્વરી માં" તરીકે પૂજાય છે, જેની સામે  શિવમંદિર અને પગથિયાવાળો વિશાળ પાણી નો લંડ આવેલો છે. કલેશ્વરી માં ના મંદિર ની બાજુ માં પાણી નાનકડું સુંદર ઝરણું વહી જાય છે, જ્યાંથી આગળ વધતા "સાસુ ની વાવ" અને " વહુ ની વાવ" ના નામે ઓળખાતી ખૂબ જ સરસ મજાની Vav આવેલી છે. જેમાં ભગવાન વિષ્ણુ, વૈષ્...