જુના રાજ- નર્મદા જિલ્લો ગુજરાત
સાતપુડા ગિરીમાળાના કરજણ ડેમની વિશાળ જળરાશીના બીજી તરફ ના છેવાડે આવેલી આજગ્યા છુપા ખજાના જેવી છે. અહી જંગલો છે, કુદરતી પાની છે, ભવ્ય ઇતિહાસ ના ખંડેરો છે અને આદિવાસી સંસ્ક્રિતી પણ છે. જુના રાજ એક સમયે રાજ્પીપલના ગોહીલ રાજઓની જુની રાજ્ધાની હતી,જેના અવશેષો હાલ પણ જોવા મળે છે.ચોમાસા પછી આ જગ્યા અદભુત લાગે છે.અહી આવેલ નીલકંઠેશ્વેર મહાદેવ તથા પ્રાચીન કિલ્લાના અવશેષો કરજણ ડેમની જળરાશીમા અડધા ડુબી જાય છે.જે જોવા માટે સ્થાનિક લોકોની નાવડી દ્રારા જઇ શકાય છે.જે સફર રોમાચક લાગે છે.
જુના રાજ જવાના બે રસ્તા છે.એક રાજ્પીપલા થી કરજણ ડેમ થઇ જંગલ વીસ્તાર માથી જતો કાચો રસ્તો જે ડેમ ના કિનારે કિનારે ચાલે છે.અને સફર મા છેક સુધી પાણીના અને જંગલના કુદરતી દ્રશ્યોનો સતત સાથ આપે છે.જયારે બીજો રસ્તો કરજણ ડેમથી બોટ કે નાવડી દ્રારા જુના રાજ જવાનો છે.જે સાહસ અને રોમાચ આપે છે.
Comments
Post a Comment