નર્મદા ડેમ અને નદીનાં સામા કિનારે લગભગ 8 કિ.મીના અંતરે આવેલ ઝરવાણીનો ધોધ જંગલ ની વચ્ચે આવેલ ખૂબજ રમણીય જગ્યા છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલ આ જગ્યા ચોમાસામાં અદ્ભૂત લાગે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને ખળખળ વહેતા ઝરણા અને નદી મનને તાજગીથી ભરી દેછે. ઝરવાણીનો ધોધ ભલે ઉંચાઈમા નાનો છે પણ તે જોવા માટે ગોઠણડુબ નદીના પાણીમાં ચાલીને જવુ પડે છે જે એક adventurous feeling આપે છે. ઝરવાણી ધોવાથી ઉપર તરફ જતો રસ્તો ઝરવાણી ગામ તરફ પવઁત પર જાય છે જયાં વન વિભાગનું રેસ્ટ હાઉસ છે. તેની પાછળ વળાંક લેતી નદીથી બનતો necklace point જોવાનુ ભૂલવા જેવું નથી. રેસ્ટ હાઉસ ની બહેનો એ બનાવેલ મકાઈના રોટલા અને અડદ
દાળ.... અહા...
Comments
Post a Comment